પોતાની પત્નીને કઈ રીતે ખુશ રાખશો...?
એક "મ્યાનમાં બે તલવાર " જાણે કોઈએ જબરદસ્તી થી પરોવી દીધી હોય..! એવામાં પતિ પત્ની વચ્ચે ચકમક થવાના, મગજમારી થવાના ઘણા પ્રસંગો ઊભા થતા હોય છે ... પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે (પોતાની) પત્નીને ખુશ રાખવા માટે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ...
(આ બ્લોગમાં કુલ કેટલા ઉપાય બતાવ્યા છે એ નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવશો)
૨. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ (ભલે એ સારી દેખાતી હોય તોયે) ક્યારેય ન કરો
૩. એની મમ્મીની રસોઇના વખાણ કરો.
૪. એ જે બનાવે તે ખાઈ લો,નકામી ટકટક ના કરો...
૫. રસોઈ સારી બનાવી હોય તો સામેથી જ વખાણ કરો... ("આજે કેવું શાક બન્યું છે " એવા પ્રશ્નની રાહ જોશો નહીં)
૬. જમતી વખતે વાળ આવે તો પણ ઊંધું ઘાલીને ખાઇલો...
૭. “હું કેવી લાગુ છું..? ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદી જ લાગે છે. ”
૮. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.
૯. "યે રિશ્તા ક્યા કહેલાતા હે " અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો "યે રિશ્તા ક્યા કહેલાતા હે " ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે.!”
૧૦. "આ સાડી પણ નસીબદાર છે જે તારી સાથે વીંટળાયેલી છે..." એમ કહો...
૧૨. એ કશુ કહેવા આવે તો છાપુ (newspaper) બાજુ પર મુકી વાત સાંભળો.
૧૩. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ (mute) કરી દો..!
૧૪. એની વાત ધ્યાનપુર્વક સાંભળો છો એવું એટલીસ્ટ બતાવો તો ખરા જ.
૧૫. તમારી વાત ટુંકમાં કરો.
૧૬. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે..
૧૭. “તારા પપ્પા બહુ સોશિયલ (social) છે” એવુ મહિને ઓછામાં ઓછુ એક વાર કહો...
૧૮. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.
૧૯. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો.
૨૦. જમીને ઊઠો ત્યારે તમારી ડિશ જાતે મુકી દો...
૨૧. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર... નહી? અહીંની લસ્સી ખૂબ જ પ્રખ્યાત છે નહીં...? )
૨૨. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!
૨૩. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”
૨૪. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો”
૨૭. કોઈ જાડી સ્ત્રીને જોઈને પત્નીના ફિગર ના વખાણ કરો(સામેની સ્ત્રી પોતાની પત્નીથી જાડી હોય તો)
૨૮. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો.
૩૦. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમાં સુઇ જાવ.
૩૧. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.
૩૩. સવારે ઓફિસ જતા મોજા - રૂમાલ જાતે શોધી લો.
૩૪. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો.
૩૫. સાસુ સસરા કે કોઇ પણ પિયરીયા ઘેર આવે તો એક નકલી પૂછડી ચોંટાડી જોર જોરથી હલાવો. (પણ એમને ચાટવાની કોશિશ ના કરશો!)
૩૬. એની ભૂલ હોય તો પણ તરત સામા ન થાવ.
૩૮. "લગ્ન પછી મારું નસીબ બદલાઈ ગયું" એમ કહો...
૩૯. પોતાની સફળતા માટે "આ તારી પ્રાર્થના નું ફળ છે" એમ કહો...
૪૦. "હું તને લાવ્યો છું, તું મને નથી લાવી " એવું ના કહો... તમને કોઈ કાૅલર પકડીને એને લેવા નહોતા લઈ ગયા...
નોંધ:-
૧) આ ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો આ અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ કે તકરાર કરવી નહિ.
૨) આ ઉપાયો લેખકે અજમાવેલા છે કે નહિ..? તેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ લેખક પાસે છે.
૩) ઉપરના ઉપાયો પર Analysis કરી સમય બગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે.
૪) કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહીં ન કરવા.(લગ્ન થયા બાદ પણ અજમાવી શકાય)
૫)છોકરીઓએ આ આર્ટીકલ ફક્ત જાણ ખાતર વાંચવો.
👉 માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ.
👉 હળવા દિલે વાંચો અને ઊપાય પોતાના જોખમે અજમાવો.
👉 ઉપાય નંબર ૨૬ લખવાનું છૂટી ગયું છે, એટલેકે કુલ ૩૯ ઉપાય દર્શાવવામાં આવ્યા છે, આ સિવાય પણ બીજા ઘણા ઊપાય હોઇ શકે છે, જે નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવશો...
👉 વધુ ને વધુ લોકોને શેર કરશો અને વૈવાહિક જીવનની સુખી બનાવવામાં આપનો અમૂલ્ય ફાળો આપો...
આભાર...🙏
અનિલ જરીવાલા...
જ્યાં સુધી ધરમાં છો, ત્યાં સુધી ઓછું બોલો. તમે હોશિયાર છો તેનું ધ્યાન તમે રાખો એની સામે પ્રગટ કરવાની કોશિશ ના કરો. જેટલી કટાક્ષ કરવી હોય ઓફિસે કરી લેવી ઘરે આવીને કરવી નહીં. 😂😂😂
ReplyDeleteHmm....સાચી વાત છે... ઘરમાં તો પત્નીને હોશિયાર છે... એરીતે વતોૅ... 😊 Thanks for your comment
ReplyDelete