How to influence people to do at your favour



*૧. લોકો ઈચ્છે છે – પોતાની મહત્તા*

માણસ હંમેશાં ઇચ્છે છે કે પોતાનો પ્રભાવ અન્ય ઉપર પડવો
જોઈએ. એ કોઈને કોઈ રીતે ગણનાપાત્ર બનવા ઝંખે છે. પોતાની
મહત્તા સ્થપાય એ એની એક અતૃપ્ત અભિલાષા હોય છે.
આથી જેને આવી ગણના કે પ્રભાવ ન મળે એ વ્યક્તિ નિષ્ફળ
ગણાય. જો કોઈ શિક્ષક એના વિદ્યાર્થીઓ પર અસર ન પાડી શકતો
હોય. કોઈ વેપારી ગ્રાહકોને આકર્ષવામાં ઊણો ઊતરતો હોય કે
પછી ભલે તે ધનવાન માણસ હોય, પણ નિષ્ફળ કહેવાય. ધનવાન 
પણ નિષ્ફળ? હા, જો તે પોતાની બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર
પ્રભાવ ન પાડી શકતો હોય તો તેને સફળ કેમ કહેવાય? આથી એ
સ્પષ્ટ થાય છે કે માણસ પોતાની વિશિષ્ટ વ્યક્તિમત્તા, સત્તા કે
મહત્તા ઉત્પન્ન કરી શકે એવી એની સદાય ઇચ્છા હોય. એ વિના
એની તુચ્છતા સાબિત થાય.
આ સંદર્ભમાં આપણે જોઈશું કે સામાન્ય પટાવાળો પણ પોતે
મોટા સાહેબને ત્યાં કામ કરે છે એવી મોટાઈ-બડાઈ બતાવે છે.
નાના માણસો પણ મહત્ત્વના બનવા ઝંખે છે. આથી રાજકારણમાં
પણ અમુક જૂથના માણસો એકત્ર થઈને એમના સત્તાસ્થાને બેઠેલા
મહાનુભાવની ભૂલો શોધે છે. પોતે સત્તા પર આવશે તો ઉપરના
સ્થાને બેઠેલાએ કરેલી ભૂલોને દૂર કરશે એમ કહીને પોતાની મહત્તા
સ્થાપે છે.

*વ્યક્તિને મહત્તા આપવાની આવશ્યકતા*

આપણે આ પ્રકારના મહત્તા ઝંખતા માણસોને મહત્ત્વ
આપવાની જરૂર છે એટલું સમજી લઈએ તો પછી જે થોડા લોકો
ખરેખર પોતાની રીતે મહત્તા ધરાવે છે તેની ચિંતા કરવાની જરૂર
નથી. નાના માણસો પણ પોતાનું ગૌ૨વ અને ગણના થાય એવું
ઇરછતા હોય તો શા માટે એમનું મહત્ત્વ ન કરવું? એમ કરવાથી એ.
લોકો આપણું ધાર્યું કરે એવો પૂરો સંભવ છે.
આપણે વર્ષોથી જોતાંઆવ્યાં છીએ, માણસોની અવગણના કે ધૃણા કરવાથી જગતમાં બળવા થતા રહ્યા છે. ઉપેક્ષાથી વેરઝેરનાં બીજ વવાયાં છે. તેથી, માણસોની લાગણીઓની કદર કરવાનું સૂત્ર આપણે અપનાવવુંજોઈએ. એનું સન્માન અને આત્મગૌરવ જળવાય એવું વર્તન કરવું એ આપણે માટે અતિ આવશ્યક ગણાય. અદના આદમીની વ્યક્તિતાનો પણ સ્વીકાર કરવાનો રહે. આપણે એ કદરદાનીના સૂત્રને બરાબર સમજીએ.

*જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ*

આ માટેનો સહેલો અને સરળ ઉપાય છે સામી વ્યક્તિનું
આત્મગૌરવ કરવાનો પ્રયત્ન. વ્યક્તિને ગંધ પણ ન આવે એ રીતે
એની મહત્તાને શોધી કાઢીને એની પ્રશંસા કરવાથી આપણે ઈચ્છિત
હેતુ સાધી શકીએ. ધારો કે તમે કોરોના વાયરસ ને કારણે લોક ડાઉન ના સમયમાં જરૂરી કામ માટે બહાર ગયા છો. ત્યાં ખૂબ ભીડ છે. એમાંથી પસાર થવું મુશ્કેલ છે. વળી ત્યાં ઊભેલા સ્વયંસેવકો સૌને રોકી રહ્યા છે. તમે શું કરશો? આવખતે ટીકા-ટિપ્પણ કરવાથી ઊલટી ઉપાધિ વધે. એ વેળા તમારે ત્યાં ઊભેલા મુખ્ય સ્વયંસેવક જેવા લાગતા માણસને કહેવું જોઈએ :

“આપ જ મુખ્ય વ્યવસ્થાપક છો કેમ? સરસ વ્યવસ્થા જળવાય છે,
આટલો સમૂહ આપનાં ખંત, કાળજી અને શિસ્ત વિના કાબૂમાં ન
રહે, પણ મારે થોડું કામ હતું.' આટલું બોલશો એટલે પેલો
પૂછવાનો જ : ‘શું કામ હતું આપને? મદદ કરે?' ત્યારે તમારે
ભીડમાંથી પસાર થઈ જે સ્થળે પહોંચવું હોય તેનો નિર્દેશ પણ
વિનયથી જ કરવો, “આપના જેવાની મદદ વિના હું ત્યાં નહી 
પહોંચી શકું.' પેલો તરત જ કોઈ માણસને તમારી સાથે મોકલીને 
તમારી અપેક્ષા મુજબના સ્થાને પહોંચાડી દેશે. કામ પૂરું થયા પછી લોકો ઈચ્છે છે - પોતાની મહત્તા પણ તમે આભાર માનીને એની લાગણીને અવશ્ય સંકોરજો.
હા, આ બધી મહત્તા અર્પવા જતાં એમાં ક્યાંય કૃત્રિમતા કે ખુશામત જેવું ન લાગે એની તકેદારી રાખશો. તમે માણસના આત્મસન્માનની
સંવેદનાને સંતોષી હશે, તો તમારું કામ સહેલું બની જશે.
સદ્ભાવના ઉત્પન્ન કરવાથી મૈત્રી મળી
આપણે ઉપરના ઉદાહરણમાં જોયું કે વ્યક્તિને આપણા હેતુ માટે
અનુકુળ બનાવી શકાય છે. અન્યને માટે થોડી કદર કરવાથી પણ
એનો સદભાવ મળે છે. પરાવલંબનમાં પણ લાભદાયક નીવડે છે.
આપણી વિનંતી એને બોજારૂપ ન લાગે એ રીતે એની મહત્તાને
સ્વીકારીએ તો એ આપણી ઇચ્છાને અનુકુળ થશે. અલબત્ત, આપણેથોડો સમય એના ઓશિંગણ રહેવું પડે. આ ઉપરાંત આપણે
પ્રવાસમાં હોઈએ તો પણ કોઈ અજાણ્યા માણસ પાસેથી એની
આદતો જાણી લઈને એની પસંદગીને વખાણીને પણ આપણે ઈચ્છેલું કામ કરાવી શકીએ. કોઈની સાથે આ રીતે મૈત્રીભરી વાતચીત કરવાની તક મેળવી શકાય.
આ આત્મસ્થાપનની વૃત્તિ સર્વમાં રહેલી છે. આ સંસારનો ત્યાગ
કરનારા સાધુજનો પણ એમના આત્મગૌરવ અને એમના મહત્ત્વની
અપેક્ષા રાખે છે. અમેરિકન પ્રકૃતિવાદી એકાન્તપ્રિય મહામના
લારાએ બધું જ છોડીને કુદરત વચ્ચે પર્ણકુટીરમાં નિવાસ કરેલો,
આમ છતાં પોતાનાં પ્રકાશનો દ્વારા એમની વ્યક્તિગત મહત્તા
જાળવવાનું તેઓ ચુક્યા નહોતા. આથી વ્યક્તિમત્તાની આ વૃત્તિ પ્રત્યેક મનુષ્યમાં ઉડે ધરબાયેલી એક છે, એમ સ્વીકારીને ચાલવું
જોઈએ.

To be continue.....
How to influence people.....
લોકો પાસેથી તમારું કામ સરળતાથી કઈ રીતે કઢાવશો... 

Comments

  1. Too good... We should follow this in order to make our life easier than others.

    ReplyDelete
    Replies
    1. Thank u so much... Spread this blog as far as possible....

      Delete

Post a Comment

Popular posts from this blog

थोड़ी खुशी, ज्यादा ग़म...

પોતાની પત્નીને કઈ રીતે ખુશ રાખશો...?

Diamond Weight Calculation