Diamond Weight Calculation
EPOCH DIAMOND
(એપોક ડાયમંડ)
અગાઉ આપણે એક લેખમાં જોયું કે આપણી પાસે ફક્ત ડાયામીટરનું માપ હોય તો કેવી રીતે રાઉન્ડ શેપના હીરામાં તૈયાર વજન જાણી શકાય છે...... પણ શું ફક્ત ડાયામીટરના આધારે તૈયાર હીરાનું ચોક્કસ વજન નક્કી થાય છે ?
* આ લેખમાં આપેલી માહીતી ફક્ત ગોળ શેપના હીરા પૂરતી જ મર્યાદીત છે.
આજના ટેક્નોલોજીના જમાનામાં આપણે જુની પધ્ધતીથી તૈયાર હીરાના વજનની ગણતરીના જ્ઞાનથી અજ્ઞાન છીએ.
આપણે ફ્ક્ત કોમ્પ્યુટરના આધારે તૈયાર હીરાનું વજન ગણી શકીએ છીએ. અને કહીએ છીએ કે હીરાનું વજન ફક્ત ડાયામીટરને આધારે જ નક્કી થાય...
તો શું ફક્ત ડાયામીટરના આધારે જ તૈયાર હીરાનું એક્યુરેટ વજન નક્કી થાય છે ? જવાબ છે:- ના..
ફક્ત ડાયામીટરના આધારે તૈયાર હીરાનું પરફેક્ટ વજન જાણી શકાય એ ભુલ ભરેલી માન્યતા છે. હીરાના વજન માટે ઘણા બધા પરીબળો પણ અસર કરતા હોય છે. જેમાં ડાયામીટર મુખ્ય છે,પણ એક માત્ર નથી. ..બીજા પરીબળો જેવા કે તળીયા અને મથાળાના એંગલ , ધા૨ની થીકનેસ, ટેબલની ટકાવારી,ટોટલ હાઈટની ટકાવારી વગેરે વગેરે..
ચાલો એક ઉદાહરણ લઇને સમજવાનો પ્રયાસ કરીએ.
ધારો કે, હીરાનો ડાયામીટ૨ 7.83 mm થી 7.88 mm છે. આપણે આ ડાયામીટર પ્રમાણે GIA EX-EX-EX ના
જુદા જુદા પેરામીટર પ્રમાણે સરીન મશીનમાં આવતું તૈયાર હીરાનું વજન જોઇએ.
💎પેરામીટર-1
Crown Angle - 32 ડીગ્રી,
Pavilion Angle - 40.8 ડીગ્રી,
Girdle Thickness - 2.50%,
Star Length - 45,
Lower Half Length- 75,
Table - 60%,
Total Height - 4.55 mm(58.10%)
આ હીરાનું તૈયાર વજન 1.67 ct. આવશે, જે મીનીમમ હાઇટનો હીરો છે.
💎પેરામીટર -2
Crown Angle- 34 ડીગ્રી,
Pavilion Angle - 40.6 ડીગ્રી,
Girdle Thickness - 3%,
Star Length -55,
Lower Half Length-80,
Table -58%,
Total Height - 4.70mm(60%)
આ હીરાનું તૈયાર વજન 1.75 ct. આવશે.
💎પેરામીટર -3
Crown Angle- 32.5 ડીગ્રી,
Pavilion Angle - 41.6 ડીગ્રી,
Girdle Thickness -4.50 %,
Star Length -55,
Lower Half Length-75,
Table -56%,
Total Height -4.93mm(62.70%)
આ હીરાનું તૈયાર વજન 1.87 ct. આવશે.
પેરામીટર 1, 2 અને 3 પરથી આપણે જોઈ શકીએ છીએ કે એક સરખા ડાયામીટરના હીરામાં પણ અલગઅલગ પેરામીટર પ્રમાણે હીરાના તૈયાર વજનમાં ફરક પડે છે..
હવે, અહીં પેરામીટર 1 થી 3 માં જોતા જણાશે કે હીરાની હાઇટમાં જેમ વધારો થાય છે તેમ તૈયાર વજનમાં પણ વધારો થાય છે. તો શું જેમ જેમ હીરાની હાઇટ વધે તેમ તેમ હીરાનું વજન દરેક વખતે વધે ? જવાબ છે ના. દરેક વખતે આવુ બને એ શક્ય નથી. ચાલો જોઇએ.
💎પેરામીટર -4
Crown Angle- 34.5 ડીગ્રી,
Pavilion Angle - 41.0 ડીગ્રી,
Girdle Thickness -4.50%,
Star Length -50,
Lower Half Length-80,
Table -59%,
Total Height -4.86mm(62.0%)
આ હીરાનું તૈયાર વજન 1.87ct.આવશે.
જે પેરામીટર-3 ની હાઇટ કરતા ઓછી હાઇટનો હીરો છે, છતાં પણ તૈયાર વજન સરખું છે. આમ જો દરેક વખતે હાઇટ વધવાની સાથે જો હીરાનું વજન વધતું હોય તો પેરામીટર-4 કરતાં પેરામીટર-3 પ્રમાણે તૈયાર હીરાનું વજન વધારે હોવું જોઇએ. પણ એવું નથી.
આમ, અહીં ઉદાહરણ તરીકે લીધેલા 7.83mm થી 7.88 mm ના હીરામાં અલગ અલગ પેરામીટ૨માં 1.67 ct થી 1.87 ct. એમ 0.20 ct ના ડીફરન્સ માં GIA EX-EX-EX ના હીરા બની શકે છે.
માટે, હીરાના વજન માટે ફક્ત ડાયામીટર પર આધાર ન રાખી બીજા પરીબળો પણ ધ્યાનમાં રાખી વજનની ગણતરી કરવી જોઈએ...
કાચા હીરામાં તૈયાર હીરાના વજનની અંદાજીત ગણતરી:
આગળ આપણે અલગ અલગ પેરામીટર મુજબ સરખા ડાયામીટરમાં તૈયાર હીરાના વજનની ચર્ચા કરી. પણ કાચા હીરામાં તૈયાર હીરાના વજનની ગણતરી કઇ રીતે કરવી ? એના માટે ડાયામીટરની સાથે જો હાઇટની માહિતી હોય તો તૈયાર હીરાના અંદાજીત વજનની ગણતરી શક્ય છે. એટલેકે કાચા હીરાનું મોડલ કેવું છે એ પણ જોવું પડે. એટલેકે હીરો પલચો છે કે હાઈટવાળો છે એ પણ જોવું પડે....
ચાલો એક ઉદાહરણ લઇ વધુ ઊંડાણમાં સમજીએ.
ધારો કે, આપણી પાસે કાચો હીરો છે અને આપણે તેનો ડાયામીટર વર્નીયરથી 7.83mm થી 7.88mm નો માપ્યો
આપણે દરેક GIA EX-EX-EX ના હીરા 58.50% થી 62.50% ની હાઇટમાં બનવીએ છીએ. હાઇટની જુદી જુદી પરિસ્થિતિમાં તૈયાર હીરાનું અંદાજીત વજન જોઇએ.
💎CONDITION-1 (હાઇટ 4.70 mm)
આ હીરાની હાઇટ ડાયામીટ૨ની કંપેરીઝનમાં 60.0 % છે. જે GIA EX-EX-EX હાઇટની રેંજમાં છે.
માટે, અંદાજીત વજન = ડાયામીટ૨ મીનીમમ mm X ડાયામીટ૨ મેક્સીમમ mm X હાઈટ mm ÷ 164
= 7.83 X 7.88 X 4.70 ÷ 164
= 1.76 ct.
આ પરિસ્થીતીમાં તૈયાર હીરાનું અંદાજીત વજન 1.76 ct આવે છે.
💎CONDITION-2 (હાઇટ 4.20 mm)
આ હીરાની હાઇટ ડાયામીટરની કંપેરીઝનમાં 53.63 % છે. જે GIA EX-EX-EXની હાઈટની રેન્જ કરતા ઓછી છે. આવા હીરાને હીરાની ભાષામાં પલચો હીરો કહેવામાં આવે છે.
હવે, આવા હીરાને બનાવવા માટે GIA EX-EX-EX ની નકકી કરેલી રેન્જમાં લાવવા માટે મીનીમમ હાઇટ 58.50% કરવી પડે. જેના માટે ડાયામીટર તોડવો પડે .
માટે નવો ડાયામીટ૨ = (હાઈટ mm ÷ મીનીમમ હાઇટ%)
= (4.20÷58.50%)
= 7.18 mm
એટલેકે આવો પલચો હીરો જો GIA EX-EX-EX બનાવવો હોય તો એનો મિનિમમ ડાયામીટ૨ 7.18 mm સુધી તોડવો પડે તોજ એ હીરો GIA EX-EX-EX ની હાઈટમાં આવી શકે...
હવે, અંદાજીત વજન = ડાયામીટર મીનીમમ mm X ડાયામીટ૨ મેક્સીમમ mm X ટોટલ હાઈટ mm ÷ 164
= 7.18 X 7.18 X 4.20 ÷ 164
= 1.32 ct.
આ પરિસ્થીતીમાં તૈયારે હીરાનું અંદાજીત વજન 1.32 ct આવે છે.
💎CONDITION-3 (હાઇટ 5.10 mm)
આ હીરાની હાઇટ ડાયામીટરની કંપેરીઝનમાં 65.13 % છે. જે GIA EX-EX-EX હાઇટની રેન્જ કરતા વધારે છે. આવા હીરાને હીરાની ભાષામાં જાડો હીરો એટલેકે વધુ હાઈટનો હીરો કહેવામાં આવે છે.
હવે, આવા હીરાને GIA EX-EX-EX માં બનાવવા માટે મેક્સીમમ હાઇટ (62.50%) કરવી પડે. એટલે કે હાઇટ તોડવી પડે.
માટે નવી હાઇટ = (ડાયામીટર X મૅક્સિમમ હાઇટ %)
= (7.83 X 62.5 %)
= 4.89 mm
એટલેકે GIA EX-EX-EX નો હીરો બનાવવો હોય તો એ હીરાની ટોટલ હાઇટ 4.89 mm રાખવી પડે...
હવે, અંદાજીત વજન = ડાયામીટર મીનીમમ mm X ડાયામીટર મેક્સીમમ mm X હાઈટ mm ÷ 164
= 7.83 X 7.88 X 4.89 ÷164
= 1.84 ct
આ પરિસ્થીતીમાં તૈયાર હીરાનું અંદાજીત વજન 1.84ct આવે છે.
CONDITION 1, 2 અને 3 પરથી આપણે જોઇ શકીએ છીએ કે હીરાના ડાયામીટર અને ટોટલ હાઇટની મદદથી તૈયાર હીરાના અંદાજીત વજનની ગણતરી કરી શકાય છે. જેમાં હાઇટની રેન્જ પ્રમાણે ક્યારેક ડાયામીટર તોડી અથવા ક્યારેક હાઇટ તોડી અથવા તો હાઇટ અને ડાયામીટર જેમ છે એમ રાખી વજનની ગણતરી કરવી પડે.
વાચકો અહીં આપેલા અંદાજીત વજનના સુત્ર પરથી PERAMETER 1, 2, 3 અને 4 ના વજનનો અંદાજો પણ ગણી શકે છે, એ સૂત્રને આધારે તૈયાર હીરાનું વજન નીચે પ્રમાણે આવશે.....
પેરામીટર -1: 1.70 ct,
પેરામીટર -2: 1.76 ct,
પેરામીટર -3: 1.85 ct,
પેરામીટર -4: 1.82 ct,
અહીં આપણે જોઈ શકીએ છીએ કે અંદાજીત વજનના સૂત્ર પરથી પેરામીટર 1, 2, 3 અને 4 ની નજીકનું વજન મળે છે. પણ થોડોક તો ડિફરન્સ જોવા મળે જ છે. માટે હીરાનું એક્યુરેટ વજન પેરામીટર પર પણ આઘારિત છે... એ નક્કી થાય છે.....
હવે પ્રશ્ન થાય કે શું ફેન્સી શેપના તૈયાર હીરાનું પણ અંદાજીત વજન જાણી શકાય ? જવાબ છે : હા. જાણી શકાય.
'પણ આ પ્રશ્નનો જવાબ થોડો જટીલ છે. માટે આ પ્રશ્ન હાલ પુરતો અહી જ રાખી ચર્ચાનો અંત કરીએ'
🙏આશા રાખું છું કે આ લેખ તમને ડાયમંડને લગતું નોલેજ વધારવામાં મદદરૂપ થશે. કોઇ ભૂલ જણાય તો ટકોર કરવા વિનંતી.
સૌજન્ય,

Comments
Post a Comment