Posts

Showing posts with the label friend

How to influence people to do at your favour

Image
*૧. લોકો ઈચ્છે છે – પોતાની મહત્તા* માણસ હંમેશાં ઇચ્છે છે કે પોતાનો પ્રભાવ અન્ય ઉપર પડવો જોઈએ. એ કોઈને કોઈ રીતે ગણનાપાત્ર બનવા ઝંખે છે. પોતાની મહત્તા સ્થપાય એ એની એક અતૃપ્ત અભિલાષા હોય છે. આથી જેને આવી ગણના કે પ્રભાવ ન મળે એ વ્યક્તિ નિષ્ફળ ગણાય. જો કોઈ શિક્ષક એના વિદ્યાર્થીઓ પર અસર ન પાડી શકતો હોય. કોઈ વેપારી ગ્રાહકોને આકર્ષવામાં ઊણો ઊતરતો હોય કે પછી ભલે તે ધનવાન માણસ હોય, પણ નિષ્ફળ કહેવાય. ધનવાન  પણ નિષ્ફળ? હા, જો તે પોતાની બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર પ્રભાવ ન પાડી શકતો હોય તો તેને સફળ કેમ કહેવાય? આથી એ સ્પષ્ટ થાય છે કે માણસ પોતાની વિશિષ્ટ વ્યક્તિમત્તા, સત્તા કે મહત્તા ઉત્પન્ન કરી શકે એવી એની સદાય ઇચ્છા હોય. એ વિના એની તુચ્છતા સાબિત થાય. આ સંદર્ભમાં આપણે જોઈશું કે સામાન્ય પટાવાળો પણ પોતે મોટા સાહેબને ત્યાં કામ કરે છે એવી મોટાઈ-બડાઈ બતાવે છે. નાના માણસો પણ મહત્ત્વના બનવા ઝંખે છે. આથી રાજકારણમાં પણ અમુક જૂથના માણસો એકત્ર થઈને એમના સત્તાસ્થાને બેઠેલા મહાનુભાવની ભૂલો શોધે છે. પોતે સત્તા પર આવશે તો ...