પોતાની પત્નીને કઈ રીતે ખુશ રાખશો...?
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg0ltzUufswkcsJpRC5fwm9C39KnNSaMfn44BqAzlE3WzMsQI3IslyYMMVSo67e0XawboZRP2YN3Cv4FQl1oV9M43EelOLCwfllNDoBfcXP6oIAB-Yz53IRoVTmyzVpdtuo5BlVbgkWQIEY/s640/20200421_181037_20200421181159493.jpg)
આમ તો કોરોના(Corona) વાયરસને કારણે થયેલા લોકડાઉન (lockdown) જેવો સમય સદીમાં ભાગ્યે જ એકાદ વખત આવે છે, કે જ્યારે પતિ (husband) પત્ની(wife) એ ૨૪ કલાક ચારદિવાલની વચ્ચે સાથે રહેવાની ફરજ પડી છે... એક "મ્યાનમાં બે તલવાર " જાણે કોઈએ જબરદસ્તી થી પરોવી દીધી હોય..! એવામાં પતિ પત્ની વચ્ચે ચકમક થવાના, મગજમારી થવાના ઘણા પ્રસંગો ઊભા થતા હોય છે ... પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે (પોતાની) પત્નીને ખુશ રાખવા માટે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ... (આ બ્લોગમાં કુલ કેટલા ઉપાય બતાવ્યા છે એ નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવશો) ૧. તમે તમારી પત્ની(wife) સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો. ૨. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ (ભલે એ સારી દેખાતી હોય તોયે) ક્યારેય ન કરો ૩. એની મમ્મીની રસોઇના વખાણ કરો. ૪. એ જે બનાવે તે ખાઈ લો,નકામી ટકટક ના કરો... ૫. રસોઈ સારી બનાવી હોય તો સામેથી જ વખાણ કરો... ("આજે કેવું શાક બન્યું છે " એવા પ્ર...