Posts

Showing posts from May, 2019

"હિમ્મત હારશો નહીં... હું તમારી સાથે જ છું "

Image
  આજની તારીખે પણ હીરાઉદ્યોગમાં કામ કરતા આપના ઘણા ભાઈઓના  નોકરી માટે મારી પર ફોન આવે છે... જેમાંથી ઘણાં ભાઈઓ ખૂબ જ અનુભવી અને કામની પૂરેપૂરી આવડત ધરાવતા હોવા છતાં જોઈતી નોકરી મેળવી શકતા નથી. (એમને નોકરી મેળવી આપવાના મારા પૂરેપૂરા પ્રયત્નો હોવા છતાં પણ ઘણાને મરજી મુજબની નોકરી અપાવી શકવામાં હું ઘણી વખત અસમર્થ બની જાઉં છું) બીજી બાજુ એમનાથી ઓછી આવડતવાળા અને ઓછા અનુભવી કર્મચારીઓની નોકરી રેગ્યુલર ચાલુ જ છે, એ જોકે નસીબ નસીબની પણ વાત હોઈ શકે છે...હાલના સમયમાં નોકરી છુટી જવાનું એક કોમન કારણ છે..... મંદી...પણ નોકરી છુટી જવાના કે છોડવાના એ સિવાય પણ ઘણા કારણ હોઈ શકે છે...જેમાના એક કારણની આજે આપણે ચર્ચા કરીશું... ટોચૅરીંગ(ડિપ્રેશન)... બે દિવસ પહેલા જ મારા એક ખાસ મિત્રનો મારી પર નોકરી માટે ફોન આવ્યો. જેને ચાલુ નોકરી છોડીને બીજી ઓફિસે બેસવું હતું. નોકરી છોડવાનું કારણ પૂછતાં ખબર પડી કે એની ઓફિસે કામ બાબતે મગજમારી (ટોર્ચરીંગ) ઘણી થાય છે...!!!જોકે એનું કામ સારું હોવા છતાં અને કોઈ ઉપરી મેનેજર કાંઈ બોલતો ન હોવા છતાં ઓફિસનું વાતાવરણ  રોજરોજ એટલું તંગદીલીભર્યું થઈ જાય છે કે જેને કાર...