Diamond Weight Calculation
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjADhmBA-pPujedYpNrRmNA7gX_u01cEhx6_fEwB966Ksubb9SSvv_UqbF7iv75FLlx6x-8T5MkjdT4xIVSPf1BXrNyPnvGeF3Ak5r5ZHrjOw7nGI8qjQlUrS07_TQOeAZniVq1jaxS-O4Y/s640/960x960-diamond-proportion-graphic.jpg)
EPOCH DIAMOND (એપોક ડાયમંડ) અગાઉ આપણે એક લેખમાં જોયું કે આપણી પાસે ફક્ત ડાયામીટરનું માપ હોય તો કેવી રીતે રાઉન્ડ શેપના હીરામાં તૈયાર વજન જાણી શકાય છે...... પણ શું ફક્ત ડાયામીટરના આધારે તૈયાર હીરાનું ચોક્કસ વજન નક્કી થાય છે ? * આ લેખમાં આપેલી માહીતી ફક્ત ગોળ શેપના હીરા પૂરતી જ મર્યાદીત છે . આજના ટેક્નોલોજીના જમાનામાં આપણે જુની પધ્ધતીથી તૈયાર હીરાના વજનની ગણતરીના જ્ઞાનથી અજ્ઞાન છીએ. આપણે ફ્ક્ત કોમ્પ્યુટરના આધારે તૈયાર હીરાનું વજન ગણી શકીએ છીએ. અને કહીએ છીએ કે હીરાનું વજન ફક્ત ડાયામીટરને આધારે જ નક્કી થાય... તો શું ફક્ત ડાયામીટરના આધારે જ તૈયાર હીરાનું એક્યુરેટ વજન નક્કી થાય છે ? જવાબ છે:- ના.. ફક્ત ડાયામીટરના આધારે તૈયાર હીરાનું પરફેક્ટ વજન જાણી શકાય એ ભુલ ભરેલી માન્યતા છે. હીરાના વજન માટે ઘણા બધા પરીબળો પણ અસર કરતા હોય છે. જેમાં ડાયામીટર મુખ્ય છે,પણ એક માત્ર નથી. .. બીજા પરીબળો જેવા કે તળીયા અને મથાળાના એંગલ , ધા૨ની થીકનેસ, ટેબલની ટકાવારી,ટોટલ હાઈટની ટકાવારી વગેરે વગેરે.. ચાલો એક ઉદાહરણ લઇને સમજવાનો પ્ર...